જે ધારણા હતી એ મુજબ જ થાય છે અને પ્રેમલતા શેઠાણી નવા પરણેલા દીકરા વહુને ગૃહપ્રવેશ કરાવ્યા વિના જ નારાજ થઈ ને ચાલી જાય છે. અને એક બાપ થઈને નિવેશશેઠ પોતે એમને આરતી ઉતારી ઘરમાં આવકારે છે . સામાન્ય ની જેમ પરણીને આવેલા દંપતીને આવકારવા લોકોની ભીડ હોય છે. જ્યારે અહી તો આવેલા પણ મો ફેરવીને જતા રહે છે. રવિવાર હોવાથી નિર્વાણ અને નંદિની મોડા સુધી રૂમમાં સુતેલા હોવાથી બહાર કોઈ હોતુ નથી. અને ઈશાન બહાર ગયેલો હોવાથી શ્રુતિ તેના પિયર ગયેલી છે. ઘરમાં તેને આવકારનાર બીજુ કોઈ ન હોવાથી વિશાખા ને થોડું ખરાબ લાગે છે પણ તે કંઈ કહેતી