મન મોહના - ૮

(127)
  • 4.4k
  • 5
  • 2.1k

મોહનાના લગ્ન થઈ ગયા એ જાણીને ઉદાસ થઈ ગયેલો, છેલ્લે રડી પડેલો મન મમ્મીની બૂમ સાંભળીને જાણે કાચી ઊંઘમાંથી ઉઠી ગયો હોય એમ હળવેથી મોઢું લૂછતો ઊભો થયો અને સીધો બાથરૂમમાં જતો રહ્યો. એ મોઢું ધોઈને આવ્યો હતો છતાં રાવિબહેને એના ચહેરા પર એક નજર નાખતા જ પૂછ્યું,“શું થયું દીકરા? તું રડ્યો હતો?” માનું દિલ! પોતાના બાળકની વેદના ચહેરાના કયા ખૂણેથી જાણી લેતું હશે? મન હસ્યો જરાક અને કહ્યું,“રડ્યો નહતો પણ આંખોમાંથી, નાકમાંથી પાણી નીકળે જાય છે. વાતાવરણ બદલાયું એની અસર છે. એક બે દિવસમાં ઠીક થઈ જઈશ."“તને શરદીની અસર લાગે છે દીકરા. હું તારા માટે આદુ અને તુલસીના પાનવાળી