મર્ડર@રિવરફ્રન્ટ 34 રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ એક પોલીસ અધિકારી છે જેની રાશિ મીન છે એની માહિતી ગિફ્ટબોક્સમાં રહેલી વસ્તુ પરથી પડ્યાં બાદ રાજલ ગિફ્ટબોક્સમાં આવતી રીબીનો નું રહસ્ય ઉકેલી કાઢે છે..જે મુજબ હવે એ હત્યારો પોતાનો નવો શિકાર નહેરુ બ્રિજની આસપાસ કરવાનો છે એ રાજલ ને માલુમ પડે છે..પોતાનાં સમગ્ર સ્ટાફને ત્યાં દેખરેખ માટે મૂકી રાજલ ડીસીપી રાણા ને મળવાં જાય છે..જ્યાં ડીસીપી હાજર ન હોવાથી રાજલ એમની રાહ જોઇને બેસી હોય છે ત્યાં એનાં ઉપર IT ડિપાર્ટમેન્ટ હેડ સુકેતુ નો કોલ આવે છે. સુકેતુ નો કોલ આવતાં રાજલ આશ્ચર્ય સાથે ફોન રિસીવ કરે છે..અને સુકેતુ ને