સમુદ્રાન્તિકે - 27

(81)
  • 10k
  • 4
  • 4.8k

બાળકોને પાછા મૂકવા જવાનું મેં સ્વીકાર્યું. પટવાથી એક બે જણ મળવા આવી ગયાં. ત્યાં ઘણાં મકાનો પડી ગયાં. પણ કોઈ માણસ મર્યું નથી. ખેરા સંપૂર્ણ ધોવાઈ ગયું છે. પણ તોફાન આવ્યું તે પહેલાં બધા માણસો પટવા વરાહસ્વરૂપ જેવાં સ્થળોએ જતા રહેલા. હવે ધીરે ધીરે બધાં પાછા ફરી રહ્યાં છે. હું અને સરવણ બાળકોને લઈને ચાલ્યા. ખારાપાટમાં કાદવ થયો છે. પણ બાવળની કાંટ પાસે પથરાળ કેડી સુક્કી છે. અમે તોફાન પછીનાં દૃશ્યો જોતાં ચાલ્યા. ખારાપાટમાં ઢોરના મૃત દેહોની દુર્ગંધ ફેલાવા માંડી છે.