સંગ રહે સાજન નો - 3

(70)
  • 3.7k
  • 4
  • 2.4k

નિવેશશેઠ અમદાવાદ વિરાટ ને લઈ વિશાખા ના ઘરે ગયા. ત્યાં તેમના બાળપણ ના મિત્ર નુ ઘર હતુ એટલે રહેવામાં કોઈ સંકોચ નહોતો. અને સાથે તેમના સંબંધો આજે પણ એવા ઉષ્માભર્યા છે જેવા બાળપણમાં હતા. તેઓ જ્યારે અમદાવાદ કોઈ પણ કામ માટે આવવાનું થાય તો દિલીપભાઈ ના ઘરે અચુક આવતા. અને આવે ત્યારે વિશાખાના મમ્મી પાસે બાજરીના રોટલા અને ઓળો જરૂર બનાવડાવતા. તેમને વિશાખા અને તેના ભાઈ સાવન ને મોટા થતા જોયા છે. ભણતર, ઘડતર, ચારિત્ર્ય, અને સંસ્કારોનો મેળાવડો એટલે જ દિલીપભાઈ નો પરિવાર. નિવેશને તો પહેલેથી જ વિરાટ માટે વિશાખા પસંદ હતી. પણ અત્યાર ના જમાના પ્રમાણે બાળકોને કોણ ગમે