સમુદ્રાન્તિકે - 26

(88)
  • 8.4k
  • 6
  • 4.4k

મારું ઘડિયાળ ઘરમાં જ રહી ગયું છે. ઊંઘના કલાકો યાદ નથી પરંતુ આશરે લગાવીએ તોએ સત્તર-અઢાર કલાકથી વાવાઝોડું એકધારું ચાલું છે. પવનના સૂસવટા થોડા નરમ પડ્યા હોય તેવું લાગે છે. પણ વરસાદ અનરાધાર પડે છે. બાળકો હવે આ કેદથી કંટાળ્યા છે. ‘ઘેરે જાવું છે’ ની ફરિયાદ વારંવાર ઊઠે છે અને અવલ કહે છે. ‘આ વરસાદ રેય એટલે તરત તને મોકલાવું.’