અપરાધ ની આત્મકથા

(20)
  • 8.1k
  • 3
  • 2k

છોકરી River Front ની એ બેન્ચ ઉપર ઉંધી બેઠી હતી. ઉમર અંદાજેક ૨૫ વર્ષ ની લાગી રહી હતી. એના હાથ માં એક પેન અને ખોળા માં ડાયરી હતી.અને એ સતત નદી ના વહેણ ને નિહાળી રહી હતી. એની આંખો ની સુંદરતા એ મને આકર્ષી. ના જાણે નદી કિનારે એ કયા વિચાર ના સાગર માં ગોથા ખાઈ રહી હતી. એના મુખ પર એક અતુલિત હાસ્ય વેરાયેલું હતું. એના કરલી વાળ ધીમી હવા માં ઝીણું ઝીણું ઉડી રહ્યા હતા.એની સુંદરતા એ મને બે ઘડી માટે મૌન કરી દીધી. સમજાઈ નહોતું રહ્યું કે એની આંખો પ્રકૃતિ ની સુંદરતા મ્હાણી રહી છે કે પ્રકૃતિ એની આંખો ની સુંદરતા