મુહૂર્ત (પ્રકરણ 15)

(179)
  • 4.5k
  • 12
  • 2.4k

અંશને મળીને વિવેક જરાક શાંત થયો હોય એમ લાગ્યું. “અંશને કોઈ સુરક્ષિત સ્થળે મુકવો પડશે...?” મેં કાર ફરી દ્વારકા જવાના રોડ પર ભગાવી એ સાથે જ પૂછ્યું. એ રોડ ફોર્ટી બાય ફોર્ટીનો ન હતો છતાં રોડ ખાસ્સો એવો પહોળો હતો. રોડની આસપાસ વૃક્ષોની ઘટાઓ છવાયેલ હતી. કાર ગ્રીનરી વચ્ચે દોડી રહી હતી. “ના, એ આપણી સાથે જ સુરક્ષિત છે અને આમ પણ એણે કોઈ તાલીમ નથી લીધી, આ બધાથી અજાણ્યો છે માટે એને જાણવું અને સમજવું પણ જોઈએ કે એ પોતે કોણ છે અને તેના દુશ્મન કોણ છે.” વિવેકની વાત યોગ્ય હતી. અંશ માટે પોતાની અને દુશ્મનોની હકીકત જાણવી જરૂરી