મર્ડર@રિવરફ્રન્ટ - 33

(396)
  • 5.7k
  • 9
  • 3.9k

મર્ડર@રિવરફ્રન્ટ 33 હોય ભૂખ ઝાઝી ને હાથમાં રહેલો કોળિયો નીચે પડી જતાં જે દુઃખ અને વેદના થાય એવીજ વેદના હાલ તો રાજલને સિરિયલ કિલરનાં હાથમાંથી છટકી જવાં પર થઈ રહી હતી..વધારામાં વિનય ગંભીર રીતે ઘાયલ હતો અને સિરિયલ કિલરનાં લેટરમાં એને કરેલી વાત કે એનો નવો શિકાર એ આજે જ કરવાનો છે એને રાજલને ચિંતિત કરી મૂકી હતી.. ગિફ્ટબોક્સ માં આવતી રંગીન રીબીન નું રહસ્ય ઉકેલી દીધું હોય એમ રાજલે અમદાવાદ રિવરફ્રન્ટ નો પ્લાન શંકરભાઈ જોડે મંગાવ્યો. "આ રહ્યો મેડમ સાબરમતી રિવરફ્રન્ટ નો પ્લાન.."રોલ કરેલો પ્લાન રાજલની સામે રહેલાં ટેબલ પર મુકતાં શંકરભાઈ એ કહ્યું. "આભાર..અને તમારે ઘરે