(મારી શરૂવાત છે. આશા રાખું છું કે તમને ગમશે. કાલ્પનિક ઘટના છે.) આ વાત છે એક છોકરી ની જેનું નામ રાધિકા દેખાવમાં છોકરો જ જોઈ લો. બોયકટ hair , આંખો માં બ્લૂ લેન્સ, કાન માં નાના- નાના બે હીરા. તેને જોઈને છોકરીઓ પણ ફિદા થઈ જાય. બિલકુલ છોકરા ટાઈપની લાગે. એનો અવાજ સાંભળે ત્યારે ખબર પડે કે છોકરી છે. સ્વભાવ એકદમ દયાળુ અને આત્મવિશવાસ તો એનામાં ભરપૂર. હંમેશા ખુશ હોય અને બધાને ખુશ રાખે. તેને ધોરણ:૧૨ commerce ની એક્ઝામ આપી અને વેકેશન એન્જોય કરે છે. તે 6:00 થી7:00 pm. પાકૅમા જાય છે.