છેલ્લાં શ્વાસ સુધી - 4

(51)
  • 2.5k
  • 2
  • 1.3k

દિયા માટે નાસ્તો બનાવતા-બનાવતા મિહીર ત્રણ વર્ષ પહેલાનો 22 ડિસેમ્બરનો દિવસ પોતાની નજર સામે જોઈ રહ્યો.'તમે મિસ્ટર મિહીર છો?' સિટી હૉસ્પિટલનાં સિનિયર વોર્ડન મિસ કિરણ વ્યાસે આશ્ચર્ય અને આઘાત મિશ્રિત ભાવ સાથે મિહીરને પૂછ્યું. એનું ધ્યાન મિહીરના ગળામાં પહેરેલા દિયાના ફોટોવાળા લોકેટ પર હતું.એને દિયાના શબ્દો યાદ આવી ગયા. 'મિસ વ્યાસ, મારા ફોટોવાળું લોકેટ પહેરેલો એક વ્યક્તિ મને શોધતો-શોધતો અહીં જરૂર આવશે.એને આ એન્વેલોપ અને મારી સરપ્રાઈઝ બંને સોંપી દેજો. પછી મને શાંતિ મળશે." મિસ વ્યાસની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ.'મિસ્ટર મિહીર, તમે અહીં જ ઊભા રહેજો હું તમારી અમાનત લઈને આવું છું' કહીને મિસ વ્યાસ દોડતા-દોડતા લોકર-રૂમ તરફ ગયા.એન્વેલોપ લઈ