6.સ્થળ : ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ)સમય : સવારના 10 કલાક. અખિલેશ પેલા રીક્ષાવાળા કાકાને તેનું ભાડું આપીને કંપનીમાં પ્રવેશે છે, પ્રવેશતાની સાથે જ અખિલેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે, એકદમ આલીશાન કંપની, જે એક મહેલથી કમ ન હતી, જાણે પોતે આયના મહેલમાં પ્રવેશ્યો હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો, કંપનીમાં પ્રવેશવા માટે મોટો કાચનો દરવાજો, જે ફૂલી ઓટોમેટિક હતો, આખી બિલ્ડીંગ ફૂલી સેન્ટ્રલ એર કંડીશન વાળી હતી, હજારોની સંખ્યામાં કર્મચારીઓ હતાં, જે કોમ્પ્યુટર પર પોતાને આપવામાં આવેલ કામ કરી રહ્યાં હતાં. અખિલેશની પર્સનાલિટી