મુહૂર્ત (પ્રકરણ 12)

(169)
  • 4.2k
  • 10
  • 2.3k

અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. એસ.વી.પી.આઈ. એરપોર્ટ ભારતના ટોપ મોસ્ટ એરપોર્ટના લીસ્ટમાં હશે એમ મને લાગ્યું. અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરના લોકો મુસાફરી માટે એનો ઉપયોગ કરતા હતા એટલે અમે રાતના સમયે ઉતર્યા છતાં ટર્મિનસ વન અને ટર્મિનસ ટુ બંને પર લોકોનો ધસારો હતો. એ કદાચ ગુજરાતનું મુખ્ય એવિએશન હબ હશે કેમકે ત્યાંથી ભારતના મુખ્ય મેટ્રોપોલીઅન સીટી મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા, બેંગલોર, અને ચેન્નઈ ઉપરાંત બીજા પણ મહત્વના શહેરો ગુવાહાટી, દિબ્રુગઢ, ગોવા, અને સીલીગુરી માટેની ફ્લાઈટ લીસ્ટ પર હતી. અમે ઉતર્યા ત્યારે એરપોર્ટ જેટ લાઈટ, ગો એર, અને ઈન્ડીગો જેવા ડોમેસ્ટિક એરલાઈનના વિમાનોથી ધમધમી રહ્યું હતું. “આ કયો એરિયા છે?”