સમુદ્રાન્તિકે - 21

(66)
  • 8.7k
  • 8
  • 4.6k

તે રાત્રે હું અને પરાશર લગભગ ઊંઘ્યા નથી. કવાર્ટરની અગાસી પર ક્યાંય સુધી બેસી રહ્યા. અને કેટકેટલાં સંસ્મરણો તાજાં કર્યાં. મોડી રાતે નીચે ઊતર્યા પછી બિછાનામાં પડ્યા પડ્યા પણ કેટલીએ વાર સુધી વાતો કર્યા કરી. સવારે પગીને કવાર્ટર પર જ રોકીને હું કામ પર નીકળ્યો. પરાશર હજી ઊંઘતો હતો. મુસાફરી અને ઉજાગરાથી થાક્યો હશે. ‘પગી, પરાશરભાઈ જાગે ત્યારે ચા બનાવી આપજો. હું બપોર સુધીમાં પાછો આવીશ.’ કહીને હું નીકળ્યો.