પરમા...ભાગ - 3

(23)
  • 3.8k
  • 2
  • 4.5k

નવાં ઘરે નવાં શહેરમાં પરમા આખરે પહોંચી ગઈ બધો સામાન ઉતારી ગોઠવી અને બે દિવસમાં તે ત્યાં સેટ થઈ ગઈ સાથે પરમા અને એના ભાભી લગ્નની તૈયારીમાં લાગી ગયાં જોત જોતામાં એક મહિનો ક્યાં નીકળી ગયો ખબર ન પડી,પરમાને આંગણે મહેમાનો આવવા લાગ્યાં.પરમા આજે બહુ ખુશ હતી રવિવારે સવારે લગ્ન વધાવ્યું અને બપોર પછી આવેલા મહેમાન અને ઘરના સભ્યો લગ્ન માટે રાખેલી નાતની વાડીમાં જતા રહ્યાં, ખુશનુમાં માહોલ હતો મંગળીયા ગીતો ગવાતા હતાં, રાત્રે પરમાનો દીકરો સુનિલ પરમા માટે એક સાડી લાવ્યો અને કહ્યું મમ્મી જો આ સાડી હું આપણી દુકાનમાંથી તારાં માટે લાવ્યો છું,પરમા એ થેલીમાંથી સાડી બહાર કાઢી