મુહૂર્ત (પ્રકરણ 11)

(162)
  • 4.6k
  • 11
  • 2.3k

અમે એરપોર્ટ પહોચ્યા ત્યારે આકાશ એકદમ સ્વચ્છ હતું. કુદરતી વાતાવણ જંગલ જેવું નહોતું પણ આસપાસ રસ્તા પર દોડભાગ જંગલ જેવી જ હતી. મુંબઈની મોટી સડકો પર જંગલ જેમ હિંસક પશુને બદલે હિંસક વાહન દોડતા હતા જે ક્યારે કોને અડફેટે લઇ લે એ નક્કી નહી. “ટેક્ષી હજુ આગળ લેવાની છે.” વિવેકે ટેક્ષી ડ્રાયવરને કહ્યું. “જાણું છું સાહેબ, તમારે ક્યાં જવું છે તે.” ટેક્ષી ડ્રાયવરના શબ્દો મને સમજાયા નહિ. સંભળાયા ખરા પણ હું એનો અર્થ ન સમજ્યો. અર્થ તો મને વિવેક જે કહી રહ્યો હતો એનો પણ સમજાયો નહી પણ હું વચ્ચે બોલવા માંગતો ન હતો. “વિવેક એરપોર્ટ અહી જ છે.” નયના