વન્સ અપોન અ ટાઈમ - 40

(182)
  • 9.9k
  • 10
  • 6.8k

અંડરવર્લ્ડકથાને થોડીવાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વાળી. અંડરવર્લ્ડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કનેકશનની વાત કરતા વળી એકવાર પપ્પુ ટકલાના ચહેરા પર ચમક આવી ગઈ. તેણે એની જિંદગીની કિતાબનું એક વધુ પાનું અમારી સામે ખુલ્લું મૂકતા કહ્યું, ‘અંડરવર્લ્ડમાં ગયા પહેલા હું કવિતાઓ અને વાર્તાઓ લખતો હતો. મેં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવી જોયું હતું. એ વખતે સલીમ-જાવેદનેય ટક્કર મારે એવા પ્લોટ મારી પાસે હતા, પણ કોઈ નિર્માતા કે દિગ્દર્શકે મારી સ્ટોરીમાં રસ દાખવ્યો નહીં.