30 મિનિટ ની 35 મિનિટ થઇ.....આખરે 35 મિનિટ ઉભી રહ્યા પછી 11:15 AM થયા ને ટ્રેન નો હોર્ન સંભળાયો એટલે ટ્રેન માં પાછા બધા ગોઠવાઈ ગયા. ધીમે રહી ને ટ્રેન ચાલુ થઈ એટલે થયું હાસ હવે હમણાં આવી જશે સુરત....15 મિનિટ પછી 11:30 AM ને કોસંબા સ્ટોપ આવ્યું અહીં પણ 2 મિનિટ ઉભી રહેશે એવું હતું પણ 5 મિનિટ થઈ....10 મિનિટ.....15 મિનિટ....25 મિનિટ....30 મિનિટ.... સાલું કોઈ ને કાઈ સમજાતું ન હતું કે "છે શું આગળ, કઇ રિપેરિંગ કામ શરૂ છે કે કઈ થયું છે..?"આમ 30 મિનિટ ઉભી રહ્યા પછે 12:00 PM થયા ને હોર્ન વાગ્યો......