બુધવારની બપોરે - 44

(17)
  • 5.5k
  • 3
  • 1.2k

હું સમજણો થયો ત્યારથી આજ દિન સુધી વરસાદ વિનાની આવી કોરીધાકોડ સીઝન કદી જોઇ નથી. (‘હું સમજણો થયો’, એ મારી અંગત માન્યતા છે!) આખું ચોમાસું ગયું અને એક બાળોતીયું ભીનું થાય એટલા નાનકડા એક ઝાપટાંને બાદ કરતા પૂરા ચોમાસામાં વરસાદ જ નહિ? અને એ ય, પૂરૂં ભારત વરસાદથી ઝાકમઝોળ છે, ત્યારે? મુંબઇમાં વરસાદ તો જાણે બાપાનો માલ હોય, એટલું (અને બહુ વધારે પડતું) દર ચોમાસે પડે રાખે છે. આપણે ત્યાં ‘વરસાદ આયો?’ પૂછીએ છીએ ને મુંબઇમાં ‘વરસાદ ગયો કે નહિ?’ પૂછાય છે.