ચિંતનની પળે - સીઝન - 3 - 44

(21)
  • 3.3k
  • 6
  • 893

દરેક માણસને પોતાની રીતે જીવવું હોય છે. કેવી રીતે જિવાય એ વિશે દરેકની પોતાની ફિલોસોફી હોય છે. દરેકના ગમા, અણગમા, પ્રકૃતિ, સ્વભાવ, માનસિકતા, આદતો, ઇચ્છાઓ અને દાનતો અલગ અલગ હોય છે. બે વ્યક્તિ સો એ સો ટકા એકસરખી ન હોઈ શકે. હા, થોડીક આદત અને થોડીક વિચારસરણી ચોક્કસ મળતી હોય પણ સંપૂર્ણ સરખાપણું શક્ય નથી.