ખટ...ખટખટ...ખટખટ.,મિહીર બેટા.આમ તો ક્યારેય ઘરનો કોઈ નોકર મિહીરનું બારણું ખખડાવવાની હિંમત કરતો નહીં,પણ આજે એને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું અને મિસ ડિસોઝાની ઉમરને કારણે મિહીર એને માન આપતો,એટલે ઘરનાં વૃદ્ધ નોકર મિસ ડિસોઝા એ ડરતા-ડરતા મિહીરના રૂમનું બારણું ખખડાવ્યું.આજે પહેલી વાર મિહીરે પોતાના સ્માર્ટફોનમાં ટાઈમ જોવાને બદલે સામેની બ્રાઉન કલરની વોલ પર ગોઠવેલી પોતાના,મારીયાના અને દિયાના ફોટોઝ લગાવેલી હેપી-ફેમિલીનો અહેસાસ અપાવતી ફોટોફ્રેમની ડાબીબાજુ લટકાવેલી મોંઘીડાટ ડિજીટલ-ક્લોક પર નજર કરી.અમેરિકાના ટાઈમ પ્રમાણે સવારના સાડા સાત થયા હતા,અને તારીખ હતી 22 ડિસેમ્બર.મિહીરને અચાનક યાદ આવ્યું કે ઓહ આજે તો ખાસ દિવસ છે,અને ઘણું બધું કામ કરવાનું છે.એને વિશ્વાસ નહોતો થતો