મુહૂર્ત (પ્રકરણ 9)

(167)
  • 4.1k
  • 13
  • 2.3k

અમે મેઈન બઝાર પહોચ્યા ત્યાં ખાસ્સી ભીડ હતી. મુંબઈની બઝારમાં ભીડ ન હોય એવું બને પણ નહી. વિવેકે સ્ત્રીઓની ભીડ તરફ આગળ વધતા કહ્યું, “સામેની શોપ.” મેં અને નયનાએ એ શોપ પર નજર કરી. એની બહાર લાઈટીંગવાળું વુમન્સ વિયર બોર્ડ લાગેલ હતું. શોપ જાણે ઇંટ અને સિમેન્ટ નહિ પણ આખી કાચથી ઉભી કરી હોય એમ સજાવેલ હતી. અંદર વેચાતી અલગ અલગ આઈટમનું પ્રદર્શન કરવા બહારના ભાગે મેનીકીલ ઉભા કરેલા હતા. ત્રીજા નંબરના મેનીકીલ પર લાગેલ કપડા જોઈ મને નવાઈ થઇ. શું હજુ લોકો એ જૂની ફેશનના કપડા પહેરતા હશે? એ મેનીકીલ પર જૂની સ્ટાઈલના કપડા લાગેલ હતા જે અનન્યાને પસંદ