ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 18

(196)
  • 18.3k
  • 11
  • 7.6k

“ઓહ! આ તો સાવ નાનું શહેર છે. આને શહેર કેવી રીતે કહેવાય? બહુ બહુ તો આને મોટુ ગામડું કહી શકાય.” 1971ની વાત. 26-27 વર્ષના યુવાન ડોક્ટર તલોદના રેલ્વે સ્ટેશન પર ઊતર્યા અને જ્યાં નોકરીમાં જોડાવાનુ હતુ ત્યાં જતાં રસ્તામાં આ વાક્યો ઊચ્ચારી ઉઠ્યા. 1971માં કદાચ તલોદ ખેરેખર નાનું જ હશે નહીં પણ હોય. પરતું અમદાવાદ જેવા મહાનગરમાં જન્મેલા, ઉછરેલા અને સિવિલ હોસ્પિટલમાં ભણીને સર્જ્યન થયેલા ડો. ભરત ભગતને તો એ વખતનુ તલોદ અવશ્ય મોટા ગામડાં જેવું જ લાગ્યું હતું.