મુહૂર્ત (પ્રકરણ 8)

(181)
  • 5.7k
  • 8
  • 2.8k

બીજી સવારે હું પાંચ વાગ્યે જાગ્યો. નયના અને વિવેક હજુ ઉઘ્યા હતા. એમને ડીસ્ટર્બ કરવાનું મને ન ગમ્યું. આમ પણ અમારી ફલાઈટ મોડી હતી. મેં મેટ્રેસ હટાવી મારી જાતને બેડમાંથી આઝાદ કરી. એ ગુપ્ત હોલની બારી ખોલી ઠંડા પવનને અંદર દાખલ થવા પરવાનગી આપી. મારી પાસે નયના અને વિવેક જાગે ત્યાં સુધી સોફા ચેર પર ગોઠવાઈ વિચારો કરવા સિવાય કોઈ કામ નહોતું. મેં એ જ કર્યું જે હું છેલ્લા કેટલાય દિવસોથી કરતો હતો. શિવ મંદિરની મુલાકાત બાદ મેં એક અઠવાડિયા સુધી બુકસ્ટોર પર અનન્યાના આગમન રાહ જોઈ. હું નિરાશા અનુભવવા લાગ્યો. કદાચ અનન્યા નહિ આવે પણ જયારે મેં એના આગમનની