મેરા દરદ ના જાને કોઈ...!

  • 1.9k
  • 1
  • 745

મેરા દરદ ના જાને કોઈ...! કોઈને માશુકાના સ્વપ્ના આવે, કોઈને ઉઘરાણીવાળાના સ્વપ્ના આવે, કોઈને પ્રધાનપદુના સ્વપ્ના આવે, બંદાના એવાં તે કેવાં કરમ ફૂટેલા કે, ગઈ કાલે જોડાં સ્વપ્નામાં આવ્યા...! તે પણ પરિવાર સાથે..! ના ભાઈ ના, જોડાં એટલે કોઈ તાજાંતરોજ પરણેલા ની વાત નહિ. ખાંસડાની વાત કરું..! વિચાર તો કરો કે, રાણા પ્રતાપના લશ્કરની માફક કોઈ સેના સ્વપ્નમાં આવે તો, ઊંઘનારની હાલત શું થાય..? પણ મેં માત્ર જોડાને જ સ્વપ્નમાં પ્રવેશ આપેલો, બાકીના બધાને પથારીની બહાર ઉભા રાખેલાં..! એવું તો માનતા જ નહિ કે, એ બધાં મારા પગની સાઈઝ માપવા આવેલાં..! એમ સમજીને કે ચાલો