આથમતો ઉજાસ

(14)
  • 2.4k
  • 1
  • 823

☄ ' આથમતો ઉજાસ '  ☄       આજે આકાશ ના ચહેરાની રોનક કૈક ઑર જ હતી . એક નવો ઉમંગ , નવો ઉત્સાહ તેના ચહેરા પર છલકાઈ રહ્યો હતો . દરિયામાં આવતી ભરતી ના ઘૂઘવતા  નાદ ને  એ મન ભરીને માણી રહયો હતો . પચાસ વર્ષની ઉંમરે પણ પચ્ચીસ વર્ષનો ફાકડો જવાન લાગતો હતો .ગોરું મુખ , ને  લાલ-લાલ ટમેટા જેવા ગાલ ..    ✨ આજે એની ભીતર અતીતમાં યૌવનના ઉંબરે પાંગરેલા પ્રેમ નો ભેટો થયો હતો . ઘૂઘવાતા દરિયાના પાણીમાં પૂનમના ચંદ્ર નું અજવાળું પણ આજે હિલોળા લઇ નાચી રહ્યું હતું .     ✨શુષ્ક થયેલા સ્મરણો ને આજે ફરી