અમને કારમાં ગોઠવી વિવેક પોતાનો ધર્મ નિભાવવા નીકળી પડ્યો. થેંકસ ટુ વિવેક... એના વિના અમારા માટે જીવિત હોવું અશકય હતું. હું કારમાં પાછળની સીટ પર હતો. નયના મારા બાજુમાં હતી. મારી નજર બહાર ન ગઈ કેમકે બારીના કાચ રોલ ડાઉન નહોતા અને કદાચ કાચ રોલ ડાઉન હોત તો પણ હું બહાર ન દેખી શકત કેમકે હું નયનાને દેખવા માંગતો હતો. એક યુગ એની આંખોમાં જોતા વીતી ગયો અને મને પૂર્વજન્મની યાદો દેખાવા લાગી. મેં એ ચહેરાને જોતા રહેવા શું શું કર્યું હતું? એ રાત્રે હું ઓજસ અને બાલુ લગભગ દસેક મીનીટમાં શિવ મંદિર પહોચી ગયા હતા. અમે ત્રણેય શિવ મંદિર