દામન માં દાઘ

(33)
  • 3.1k
  • 2
  • 1.1k

શહેરની સુમસાન ગલીઓમાં રાત્રીનો અંધકાર અને ગણ્યાગાંઠયા લોકોની અવરજવર ચાલી રહી હતી. આવી સુમસાન ગલીમાં કેટલુય ચાલી હશે તે તેને ખુદને ખબર ન હતી, રંગ ઘઉંવર્ણો સહેજ બટકી, ગોળમટોળ ચહેરો, અને એ ચહેરા પર ઉપસી આવેલી કરચલીઓ તેમજ નાક નકશી જોઈને લાગે કે આ ખંડેર ની ઇમારત કેટલી ભવ્ય હશે. આજની ફેશન ને અનુરૂપ પંચરંગી પ્લાઝો અને સ્કાયબ્લૂ કુરતી પહેરીને તે નીકળી હતી. જે શેરીઓમાંથી પસાર થઈ રહી હતી ત્યાં ઉભેલા કે સામે મળેલા પુરુષો તેની સામે ગંદુ હસી રહ્યા હતા. પણ કોઈ પુરુષ તેનામાં રસ લેતો ન હતો, આજે કોઈ ગ્રાહક ન મળતા તે પાછી