અત્યાર સુધીનો પ્રેમની પેલે પારનો સફર અમારા શબ્દોમાં અહીં મૂકીએ છીએ. ना उम्र की सीमा हो, न जन्मो का हो बंधन,रिश्ता जुड़े कोई तो देखे केवल मन ।।ખરેખર ચરિતાર્થ થતી પંક્તિઓ બનાવી છે અમારા માટે,હું, જીગરી(શેફાલી શાહ) ને સખી(રવિના વાઘેલા) ત્રણેય એક જ. ત્રિપુટી, ત્રિદેવી, જે કહો એ. ઓનલાઈન સંબંધો આમ બહુ તકલાદી હોય છે. હું પણ એવું જ માનતી હતી. પણ આ વિચિત્ર માયાઓએ મને ખોટી સાબિત કરી નાખી. એક મજબૂત મિત્રતાનો ગઢ ચણીને. ઓનલાઈન અમે મળ્યા. શબ્દો કાવ્યોની આપ લે થઈ, લખવાના શોખે એકબીજાની નજીક લાવ્યા. પછી તો રોજ ગ્રુપમાં વાતો ને એમાંથી વિચાર આવ્યો "પ્રેમની પેલે પાર" લખવાનો... આમ