અમે બેંક વાળા - જીવ્યા મર્યા ના જુહાર

(12)
  • 3.8k
  • 2
  • 1.8k

8. જીવ્યા મર્યા ના જુહાર1980 ના લગભગ જાન્યુઆરીની વાત છે. એક સમાચાર આવ્યા કે મોટી સાઇઝનો સ્કાયલેબ અવકાશમાંથી પૃથ્વીપર તૂટી પડવાનો છે. એ પણ સૌરાષ્ટ્ર બાજુ. એ સાથે જ એ દિવસોમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું હતું. એટલું સંપૂર્ણ કે દિવસે પણ અંધારું ઘોર થઈ જાય.વા વાત લઈ ગયો કે એ પૃથ્વી પર મનુષ્યજીવનનો છેલ્લો દિવસ હશે. સ્કાયલેબ પડવાથી મોટે પાયે નુકસાન  થાય એટકે ચેતવણી આપી સાવધાનીનાં પગલાં કહેતી સરકારી જાહેરાતની ઘોડાગાડી એ નાના શહેરમાં ફરવા લાગી. એની સાથે પેલી ગ્રહણની વાતે લોકો એમ સમજવા લાગ્યા કે પૃથ્વીપર અંધકાર છવાતાં જ કોઈ આકાશી પદાર્થ અથડાઈ જીવન ખતમ કરી દેશે.હું જે નાનાં પણ જિલ્લા