( આપણે આગળના ભાગમાં જોયું કે મિહીકા અને તેના ગૃપ મેમ્બર્સ એક પ્રોજેક્ટ માટે આહવા ડાંગના જંગલોમાં જાય છે. અને તે ચાર વચ્ચે એકદમ ગેહરી દોસ્તી થઈ જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.)મિહીકા, આદિત્ય, સમીર અને ધરા એકબીજાને દોસ્તી નિભાવવાનુ પ્રોમિસ કરે છે. સૂરજ : તમે લોકો તમારા પ્રોજેક્ટ માટે કામ કરવાના છો કે દોસ્તી થઈ ગઈ તો હવે બધું ભૂલી જવાનું.બધાં સૂરજ તરફ જૂએ છે અને પછી એકબીજા તરફ જોઈને ખડખડાટ હસવા લાગે છે. ધરા : ના રે ભાઈ કામ તો કરવાનું જ છે. આ તો તારા કારણે જ મોડું થાય છે. સૂરજ : લે વરી ! મારા કારણે કેવી