બે પાગલ - ભાગ ૬

(60)
  • 3.8k
  • 6
  • 1.8k

બે પાગલ ભાગ ૬ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. રાત્રીના ૯:૦૦ વાગ્યા પછી. જીજ્ઞા અને પુર્વી રાતે હોસ્ટેલમાં બધાની સુવાની રાહ જોઈ રહ્યા હતાં. થોડો સમય વિત્યો. ૧૦:૩૦ ના ટકોરા વાગ્યા. રુહાન અને રવી બંને અલગ અલગ એક્ટિવા લઈને હોસ્ટેલ પાસે આવીને એવી જગ્યાએ ઉભા રહે છે જ્યા તેમને વોચમેન ન જોઈ શકે. રુહાન જીજ્ઞાને કોલ કરે છે. જીજ્ઞાના મોબાઈલની રીંગ વાગતા જ જીજ્ઞા કોલ અટેન્ડ કરે છે.