લાઇમ લાઇટ - ૨૭

(216)
  • 5.6k
  • 9
  • 3.4k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૭ જૈનીને ધારાની વાત સાંભળી દુ:ખ થવાને બદલે ખુશી થઇ રહી હતી. ધારાનું સાકીરે જાતીય શોષણ કર્યું હતું અને એ તેના બાળકની મા બનવાની હતી. અને એ વાત ધારાએ પોતાને કરીને મૂર્ખામી કરી હતી. સ્ત્રીસહજ લાગણીથી તેણે દિલની વ્યથા મારી સમક્ષ ઠાલવી દીધી છે. પણ પોતે ધારાની વાતનું રેકોર્ડિંગ કરીને મોટી બાજી મારી હતી. આ રેકોર્ડિંગ સાકીર માટે વિસ્ફોટક સાબિત થઇ શકે એમ હતું. આ પુરાવાને આધારે સાકીર પાસે મનમાની કરીને ફિલ્મ મેળવી શકે એમ હતી. જૈનીને ખબર હતી કે કોઇ પણ ફિલ્મ મેળવવી મુશ્કેલ હોય છે. ધારા તો સ્ટારકિડ હોવા છતાં તેને ફિલ્મના ફાંફા