કવિતા સંગ્રહ

  • 8.6k
  • 2
  • 2.6k

જીવન જીવનની કોઈ એક વિશેષ વ્યાખ્યા નથી. દરેક વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સમય, સંજોગ અને પરિસ્થિતિ સાથે બદલાતો રહે છે. સમજીને તને જીવું કે મનથી તને માણું?યાદોમાં તને સાચવું કે ખ્વાબોથી તને સજાવું?સંબંધોમાં તને ગૂંથું કે એકલતામાં હું રાંચું?ક્ષણોમાં તને શોધું કે એક ક્ષણમાં તને પામું? હાર-જીતથી તને આંકું કે એનાથી પર રાખું ?તું જ કહે તને ચાહું, નિભાવું કે વીતાવું?જીંદગી, તું ચાહે એ રીતે તને જીવી જાણું!બસ, તું ચાહે એ રીતે તને જીવી જાણું! -------××××------××××------××××-------××××------ ધબકારા હૃદયના ધબકારા સાથે તાલ મિલાવું છું,ને જીંદગીના સૂર સાથે સૂર મિલાવું છું.આંખોના પલકારા વચ્ચે સ્વપ્ન સજાવું છું ,ને જીવતરમાં હું થોડો રંગ