મુહૂર્ત (પ્રકરણ 5)

(172)
  • 4.6k
  • 3
  • 2.2k

એ રાત હું ઊંઘી ન શક્યો. એ માટે નહિ કે એ કોઈ અજાણ્યું સ્થળ હતું પણ મારા મન પર એક નાગના મૃત્યુનો બોજ હતો. મારા કેટલા પોતાના લોકોએ મારા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. કેટલા લોકોએ પોતાના જીવનની કુરબાની આપી હતી. મેં મારા અંકલ અને આંટીને મરતા જોયા હતા. ત્યારબાદ અશ્વિની અને રોહિત, ભાઈ, ભાભીને અને હવે ફરી એકવાર મોતનો સિલસિલો શરુ થવાનો હતો. આઠ મૃત્યુનો બોજ મારી રાહ જોતો તૈયાર હતો પણ હું વધુ કોઈના મૃત્યુના બોજને સહન કરવા તૈયાર નહોતો. માશીએ અમને ગેસ્ટ-રૂમમાં ઊંઘવાની સગવડ કરી આપી હતી પણ મારા જેમ વિવેક પણ ઊંઘી શક્યો નહી. તેનું