ચંદ્રશેખર આઝાદ

  • 14.4k
  • 3.9k

ભારત માં ને આઝાદ કરાવવા માટે ચાલેલા આઝાદીના હવનમાં માં ભોમના કેટલાયે દીકરાઓ આહુતી થઈ ગયા. તેવામાંના એક એટલે પંડિત ચંદ્રશેખર તિવારી. ગુલામીની બેડીઓમાં ગોંધાવા કરતાં બંદૂકની ગોળી થી શહીદી વહોરવાનું પસંદ કરતા ચંદ્રશેખર જીવનમાં એક જ વખત જીવતા અંગ્રેજોના હાથમાં આવેલા અને ત્યારબાદ તેમણે પ્રતિજ્ઞા કરી કે આજીવન 'આઝાદ' જ રહીશ. 27 ફેબ્રુઆરી,1931 ના દિવસે અંગ્રેજોને હાથ તો લાગ્યા પરંતુ જીવતા નહિ. તેમના જીવનનો એક પ્રસંગ જાણીએ.***કોર્ટરૂમ ખચોખચ ભરેલો છે, મોટાભાગે ખાલી રહેતા રૂમમાં આજે જનમેદની ઉમટી આવી છે. રૂમની બહાર પણ લાઈન લાગી છે. કોઈકના ચહેરા પર દુઃખની રેખાઓ હતી તો કોઈકના ચેહરા પર આશ્ચર્યની રેખાઓ હતી, તો વળી