ઓપરેશન પુકાર - 7

(76)
  • 6.2k
  • 8
  • 4.5k

જોરદાર ધમાકાના અવાજ સાથે શાંત વાતાવરણ ગુંજી ઉઠ્યું. અને તે સાથે જંગલમાં પશુઓની ત્રાડોના ચિત્કાર ગુંજી ઉઠ્યા. ચેકપોસ્ટને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવી. ચેકપોસ્ટને ઉડાવી નાંખ્યા બાદ તેઓ જંગલના રસ્તે આગળ વધ્યાં. “સર...! આગળ ચારે તરફ સિપાઇઓ ફેલાયેલા હશે... આપણે એકદમ તૈયાર રહેવું પડશે.” વિજયસિંહાએ કહ્યું. “કાંઇ વાંધો નહીં વિજયસિંહા... આપણે સૌ સાથે મળીને સામનો કરીશું...” સોમદત્તે પ્રેમાળ નજરે વિજયસિંરાની સામે જોયું.