મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-4)

(12)
  • 3.9k
  • 1.5k

આજે 5 નવેમ્બર અને પ્રવાસ જવાને 1 દિવસ હતો અને આ એક દિવસ પણ એક મહિના જેવો લાગતો હતો અને સાથે કાલે આ સમયે તો નીકળી ગયા હશુ, કાલે આ સમયે ટ્રેન માં હશુ, કાલે આ સમયે ટ્રેન અહીંયા પહોચી હશે, કાલે તો આ સમયે નાગોઠને હશુ.. આવા વિચારો સાંજ સુધી આવતા.સાથે એક દિવસ બાકી હોવાથી અમારું મેઈન ફોકસ હતું બેગ પેક કરવામાં. કેટલા કપડાં લેવા, ક્યાં કપડાં લેવા, ક્યાં દિવસે ક્યાં કપડાં પહેરવા, અને નાસ્તો તો ખરો જ કેમ કે ગુજરાતી ફેમિલી નો પ્રવાસ અને સાથે નાસ્તો ના હોય એ તો શક્ય જ નહીં...હવે દિવાળી નો સમય હતો એટલે