મન મોહના - ૨

(161)
  • 3.7k
  • 8
  • 3k

વિમાન હવે સ્થિર ગતિએ આગળ વધી રહ્યું હતું. એરહોસ્ટેસે આવીને મનને કોફી કે કોઈ પીણા વિષે પૂછેલું. મને વિનયપૂર્વક ‘ના’ કહ્યું. હાલ એને ભૂતકાળ વાગોળવામાં અનહદ આંનદ આવી રહ્યો હતો અને ભારતમાં, એના ગામ પહોંચતા પહેલાં એ બધીજ જૂની યાદોને ફરીથી જોઈ રહ્યો હતો. એનI ઉપર એનો વશ પણ ક્યાં હતો! જેને ભૂલવા મથતા હોઈએ એ જ વારે વારે યાદ નથી કરતાં... ભૂલી જવું છે એમ કરીને! એ ફરીથી એની શાળાના દિવસોમાં પહોંચી ગયો. ક્લાસરૂમનું દ્રશ્ય છે. મન અને ભરત પીરીયડ બદલાતા અંદર જાય છે. નવા આવેલા સાહેબ કંઇક ભણાવતા હોય છે પણ, આપણા મનનું મન તો એનાથી બે બેંચ આગળ