સપના અળવીતરાં - ૩૭

(52)
  • 3.2k
  • 10
  • 1.3k

જીપીએસમાં કન્ફર્મ કરી વરૂણે પોતાની કાર ઉભી રાખી. સુમસામ હાઇવે પરથી સ્હેજ અંદરના રસ્તે... કોઈ અવરજવર દેખાતી નહોતી. રસ્તા ની સામેની બાજુ એક નાની છાપરી દેખાઇ. બહાર ખાટલા ઢાળેલા હતા. નજીક જઈ જોયું તો જૂનુ ખખડધજ બોર્ડ લગાડેલુ હતું, જેના પર નામ હતું "મુન્ના દા ઢાબા"... "એડ્રેસ તો આજ છે... "મનોમન વિચારી તે ઢાબા તરફ આગળ વધ્યો. ઢાબા ના આંગણામાં એક ખાટલો પછી એક ટેબલ, પાછો ખાટલો અને વળી એક ટેબલ એવી ગોઠવણ કરેલી હતી. થોડે આગળ ત્રણ ટ્રક પાર્ક કરેલી હતી. કેટલાક લોકો છૂટા છવાયા જમી રહ્યા હતા. એ બધા વચ્ચે એક વ્યક્તિ પર વરૂણની નજર સ્થિર થઇ. એ હતો