મુહૂર્ત (પ્રકરણ 2)

(185)
  • 4.3k
  • 11
  • 2.7k

અમે કેફેટેરિયામાંથી બહાર આવ્યા. કોલેજના ગેટ સુધી ગયા ત્યાં સુધી નયના મને જ જોતી રહી. એની આંખોમાં કેટલાય સવાલો હતા પણ એ સવાલોને ઢાંકી દેતો એનો પ્રેમ એની આંખોમાં છલકતો રહ્યો. ભેડાઘાટ પર શું થયું એના દુ:ખ કરતા હું સલામત હતો એની ખુશી એનો ચહેરો વધુ વ્યક્ત કરતો હતો. એ મને જોઈ રહી હતી. હું પણ એને જોઈ રહેવા માંગતો હતો. મને કોલેજનો એ દિવસ યાદ આવી ગયો જયારે મેં એને પહેલીવાર જોઈ હતી. એ મારી બાજુની સીટ પર ગોઠવાઈ ત્યારે. મેં જયારે પહેલીવાર એની આંખોમાં જોયું મને એમાં અમારો ઈતિહાસ દેખાવા લાગ્યો હતો. મને એ પળ યાદ આવી ગઈ