મર્ડર@રિવરફ્રન્ટ - 28

(410)
  • 6.2k
  • 19
  • 4.4k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:28 રાજલની લાખ કોશિશો છતાં પોતાની ભૂલનાં લીધે નિત્યા સિરિયલ કિલરનાં હાથે કિડનેપ થઈ ચૂકી હતી..હવે એને પણ સજા રૂપે મોત મળશે કે રાજલ એને બચાવી લેશે એ સમયની ગર્તામાં છુપાયેલું હતું. ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે દિલીપે જેવી પોલીસ જીપ થોભાવી એ સાથે જ રાજલ સમેત બધો જ પોલીસ સ્ટાફ ફટાફટ જીપમાંથી નીચે ઉતરી આવ્યો..નિત્યા મહેતા નાં સર્કલમાં કોણ-કોણ છે એની માહિતી મનોજે દસેક મિનિટની અંદર તો એકઠી કરી દીધી..અને એમાંથી નિત્યાની એક સહેલી કાવ્યા દ્વારા પોલીસ ટીમ ને નિત્યાની કાર નો નંબર માલુમ પડ્યો..નિત્યાની કાર પોલીસ ને ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે પાર્કિંગમાંથી પ્રાપ્ત થઈ..જે લોક હતી.