( આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો એમેઝોન જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે ને ત્યારે જ એક વિચિત્ર અને ભયાનક ઘટનામાં પોલ ગાયબ થઈ જાય છે ...હવે આગળ ) ધીમે ધીમે સવાર થઈ રહી હતી.દૂર ક્ષિતિજ પર પ્રકાશ પથરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પક્ષીઓનો કલરવ આખા જંગલને જાણે ગજવી મુકતો. અમે વિશ્રામ માટે નીચે બેઠા હતા.કોઈ કંઈ જ બોલી રહ્યુ નહોતુ. ભેંકાર નીરવતાને સૌથી પહેલા તોડતા એડમ બોલ્યો , જો દેવ, લક્ષ્ય , એલ હું જાણુ છુ કે આ સમય કેવો કપરો છે અને દુઃખ ભર્યો