ભાગ- 7 મમ્મી નું વર્તન જોઈ હું ડઘાઈ જ ગયો. પણ મમ્મી નું દિલ ના દુખે તે માટે કસું જ બોલ્યા વગર જમીને મારા રુમમાં જતો રહ્યો. મમ્મીને આ સું થઈ ગયું! હવે સું કરવું, માધુરીને સું જવાબ આપીશ બહુ મોટી મોટી વાતો કરેલી. આવા વિચારો વચ્ચે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. રોજ ની જેમ પાંચ વાગ્યે એલાર્મ વાગી. હું બારી પાસે જઈ ઉભો રહ્યો. તે ડેલીએ આવી ઉભી હતી, મારી તરફ જોયું. ખબર નહિ કેમ પણ હું પાછળ ખસી ગયો. મનોમન નક્કી કર્યું હવે પછી આ રીતે ક્યારેય બારી પર નહી આવું. બેડ પર જઈ ફરી