છેલ્લાં શ્વાસ સુધી

(51)
  • 4.9k
  • 4
  • 2k

'ફ્લાઈટ નંબર 225518 વિલ લેન્ડ શોર્ટલી , પ્લીઝ ઓલ પેસેન્જર્સ ગેટ રેડી ટૂ ટેક સીટ્સ.'મુંબઈ એરપોર્ટ પર પાંચ મિનિટના અંતરે ત્રીજી વાર આ એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું , પણ બે કલાકથી ફ્લાઈટની રાહ જોઈને બેઠેલા મિહીરનું મન બીજી જ દુનિયામાં અટવાયેલું હતું.પ્રશ્નોનો મોટો પહાડ એની સામે ખડકાયેલો હતો ને એ જવાબો મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.મિહીર પટેલ - આઈ.આઈ.ટી. બોમ્બેમાંથી એન્જીનીયરની ડિગ્રી મેળવીને અમેરિકાની આઈ.બી.એમ. કંપનીમાં જોબ મેળવનારો , આઈ.આઈ.ટી.નો ટોપર અને ગુજરાતના અમદાવાદ શહેરના મધ્યમ કહી શકાય એવા પટેલ પરિવારનો એકનોએક દીકરો. જ્યારથી એ સમજણો થયો ત્યારથી એનો એક જ ધ્યેય હતો - ખૂબ પૈસા કમાવા અને પૈસાથી ખરીદી