ઓપરેશન પુકાર - 3

(81)
  • 8.5k
  • 4
  • 7.4k

ધીરે-ધીરે ધરતીના પટ પર અંધકારની ચાદર દૂર થતી જતી હતી અને પૂર્વ દિશામાં સૂર્યનારાયણના આગમનનો સંદેશો આપતા ગુલાલનો છોર ઉછળી રહ્યા હોય તેવી રતાશ તરી આવી. તેઓએ એક નાની પણ ઊંચી ટેકરી શોધી કાઢી હતી. જે એકદમ ઊંચા તાડ જેવા ચિનારના વૃક્ષોની ઘટાથી ઢંકાયેલી હતી. ટેકરી પર થોડી સમથળ જગ્યા પણ હોવાથી, ત્યાં વિશ્રામ લેવાનું ઉચિત સમજી મેજર સોમદત્તે ત્યાં પડાવ નાંખવા માટે આદેશ આપી દીધો.