હું કોણ છું? હું માટે છું? હું કોના જેવો છું? મારે કોના જેવા બનવું છે?બીજામાં અને મારામાં શું ફર્ક છે? જિંદગીનો કોઈ ઉદ્દેશ છે? શું બધું પહેલેથી જ નક્કી હોય છે? આપણો રોલ માત્ર વિધાતાએ લખેલી સ્ક્રિપ્ટ મુજબનો જ હોય છે? આ અને આવા સવાલો વારંવાર માણસને થતા રહે છે. ઘણી વખત આવા સવાલો માણસને મૂંઝવે છે અને ઘણી વખત ફિલોસોફી વિશે વિચારવા મજબૂર કરે છે.