પ્રણય સપ્તરંગી પ્રકરણ - 28 સીમાને એનાં ઘરે ઉતારીને રણજીત એ રીસોર્ટજ સીધો આવી ગયો. આવીને પહેલા માંળનાં એનાં ખાસ સ્યુટમાં આવીબાલકનીની ચેરમાં આરામથી બેસી ગયો. આજે પોતાની જાતને એકદમ રીલેક્ષ ફીલ કરી રહેલો એને લાગતું હતું આજે એણે અડધી બાજી જીતી લીધી છે. અક્ષયે સાગર સંયુક્તાનાં ફોટા વીડીયો અને પોતાનાં અને સીમાનાં લીધેલાં ફોટાં વીડીયો લીધાં છે એ સામ સામે ઉપયોગ કરીને બાજી જીતી લેશે અને જાણે અડધી બાજી તો આજે જીતીજ લીધી છે. રણજીતને ખાસ આનંદ તો એ વાતનો હતો કે એણે ઘારેલું કે સીમા એની પકડમાં આવશે નહીં અને કોઇ રીતે રીસ્પોન્સ નહીં આપે પણ