બુધવારની બપોરે - 32

(12)
  • 4.1k
  • 4
  • 1.2k

મેરે સપનો કી રાની કબ આયેગી તૂ, આઈ રૂત મસ્તાની કબ આયેગી તૂ, બીતી જાયે જીંદગાની કબ આયેગી તૂ, ચલી આ, તૂ ચલી આઆઆઆ... આવો પ્રશ્ન પૂછનાર ભાઇ પાસે હાલમાં કોઇ વાસ્તવિક પ્રેમિકા નથી. જે કાંઇ છે, તે એમણે સપનામાં જોયેલી કોઇ રાણી છે. તમે તો જાણો છો કે, સપનાનું કાંઇ નક્કી ન હોય. આપણે ય નાના હતા ત્યારથી સપના જોઇએ છીએ, પણ મનભાવન દ્રષ્યો કે સપનાની રાણીઓ કદી આવતી નથી. કોઇ મંદિરનો જટાધારી ભસ્મ ચોપડેલો નાગો બાવો સપનામાં આવે. હિપોપોટેમસ આપણને પાછળ બચકું ભરી ગયો હોય કે ધરતી ફાટી હોય ને આપણે મહીં ગરક થઇ જતા, ‘બચાવો....બચાવો’ની રાડારાડ કરતા હોઇએ, એવા સપના આવે.