સમુદ્રાન્તિકે - 7

(81)
  • 8.4k
  • 1
  • 5.8k

ખેરાથી પાછા આવ્યા પછી સહુથી પહેલી મારા રૅશનની વ્યવસ્થા ગોઠવવાનું મેં વિચાર્યું. અવલનો ઉપકાર લેવો તે તેનું શાસન ચાલવા દેવા જેવું લાગતું હતું. ‘પગી, કાલે ટપાલ ને દાણો-પાણી લેવા જવાનું છે. જરૂર પડે તો પટવાથી કોઈને સાથે લઈ જજો.’ મેં કહ્યું. અને સૂતો.